TOP NEWS

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Maecenas mattis nisi felis, vel ullamcorper dolor. Integer iaculis nisi id nisl porta vestibulum.

Monday 27 September 2010

સત્યનાં પ્રયોગો – ૨

કેમ છો મિત્રો.. આપણે આજે “સત્યનાં પ્રયોગો”માં થી ગાંધીજીના જીવનનાં સારા અને પ્રેરણાદાયી ગુણો જાણવાનું આપણું કામ આગળ ધપાવીશું..

૩. સ્વછતા:

ગાંધી બાપુનો સ્વચ્છતા માટેનો આગ્રહ આખા પુસ્તકમાં અલગ તરી આવતો જણાય છે. પોતે દેશપ્રેમી અને રાષ્ટ્રપિતા ગણાયા હોવા છતાં તેઓએ ભારતીયો જેવી રીતે બાહ્ય સ્વછતા સામે દુર્લક્ષ સેવે છે તે પોતાની આત્મકથામાં અનેક જગ્યાએ વર્ણવેલું છે. ઘરનાં આંગણથી માંડીને ટ્રેનનાં થર્ડ ક્લાસના ડબ્બા, અરે હિંદુ ધર્મનાં ખૂબ જ પવિત્ર તીર્થસ્થાનો સુધી ભારતમાં જોવા મળતો ચોક્ખાઈ અને “Hygiene” નો અભાવ તેમણે ઘણી જગ્યાએ વર્ણવ્યો છે. (અત્યાર સુધી એ અભાવ યથાવત જ છે – તાજું ઉદાહરણ રાષ્ટ્રમંડળ ખેલ ગામ – Commonwealth Games Village) ગાંધીજી પોતે સ્વચ્છતાનાં ઘણા કડક હિમાયતી જણાય છે – બાહ્ય અને અંતર બંનેની સ્વચ્છતાનાં..

ભારતમાં સ્વચ્છતા કેળવવાનાં ઉપાયો વિષે થોડું મંથન કરતા જણાયું કે જો સૌથી કાર્યક્ષમ કોઈ ઉપાય હોય તો મને અત્યારે તો ગાંધીજીનાં પોતાના જ આ શબ્દો લાગે છે – “Be the change you want to see in the world”. જો આપણે પોતે સ્વચ્છ થઈશું તો મારું માનવું છે કે આપણું આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ થઇ જશે. આ મારું માનવું છે. હજુ પ્રયત્ન નથી કર્યો એ દિશામાં. પરંતુ જો અંતરની આંતરિક શુદ્ધિને આ તર્ક લાગુ પાડી શકાતો હોય તો બાહ્ય શુદ્ધિને કેમ નહિ?? ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનાં જીવનમાં આ જોવા મળે છે. તેમનું હૃદય શુદ્ધ છે તો તેમનાં માટે સમગ્ર વિશ્વ પણ શુદ્ધ છે. તેમને કોઈનો અવગુણ જાણતો નથી. આમ જો આ વાત અંતરની શુદ્ધિને લાગુ પડે તો તેને બાહ્ય શુદ્ધિ સાથે પણ લાગુ પાડી શકાય એવો મારો તર્ક છે. જો આપણે બાહ્ય શુદ્ધિ રાખીએ – આપણા ઘર, શરીર, ઓફીસ ડેસ્ક ને સાફ રાખીએ તો કદાચ આસ-પાસનું વિશ્વ પણ આપણને સાફ લાગવા લાગે. તમારામાંથી કોઈને એવો અનુભવ થયો હોય તો કૃપા કરી નીચે કોમેન્ટમાં એનું વર્ણન કરજો.

આજે હું પણ મારા આ વિચારને અમલમાં મુકીને મારા રૂમને જેટલો સાફ રાખી શકું એટલો રાખવા પ્રયત્ન કરીશ. બસ આજના માટે આટલું જ. વધુ ફરી ક્યારેક, જેમ મનમાં વિચારો આવશે તેમ.. 

0 comments:

LinkWithin