Gujarati ma blogging..:)
આ તો બેઠા બેઠા થયું કે ચાલો મારું બેટું ગુજરાતી માં બ્લોગ્ગિંગ કરીએ.. એટલે આ લખવા બેઠો.. ભલું થાજો આ google વાળાનું.. Unicode માં ગુજરાતી type કરવા દે છે.. સરસ સરસ.. આમ તો અત્યારે tension તો બહુ છે સાલું વાંચવાનું.. આ મે મહિનામાં પરીક્ષા છે ને પાછી.. પણ શું કે આવા અવનવા અખતરા કરવાની તો આપણને પહેલે થી જ આદત છે ને.. બીજી તો કશી નવા જૂની નથી..
ગયા સોમવારે સારંગપુરમાં ફૂલદોલનો ઉત્સવ કર્યો.. બહુ મજા આવી.. સ્વામીએ પણ બહુ સુખ આપ્યું.. જો કે એ તો પાત્રતા જોયા વિના વરસે જ છે ને અઢળક.. પણ આપણે તો લાખ મણ લોઢું ધખેલું હોય તે આ એક દિવસ માં થોડું ટાઢું થાય.. પણ એટલે આ તો આપણ ને ક્યારેક એવું થઇ જાય કે ભાઈ આ સામું કેમ નથ જોતા..:) પણ ચાલ્યા કરે.. ક્યારેક તો ઠંડક થવાની છે.. આજે સ્વામી સભામાં ૩૦ મિનીટ વહેલા પધાર્યા હતા... સભામાં ત્યારે હજુ પણ તાપ હતો અને બાપા પર પણ પડતો હતો.. નારાયણમુની સ્વામી જાહેરાતમાં એની વાત કરી.. ત્યારે બાપા કહે, "તાપ તો ક્યારેક લાગે અને પછી તો ઠંડક ઠંડક થઇ જાય.. જીવનમાં તો એ જ ક્રમ છે.. ધીરજના ફળ મીઠા મીઠા ને મીઠા.." મને લાગ્યું કે સ્વામીશ્રીએ જાણે આ મને જ ના કહ્યું હોય..!! અને ત્યાર બાદ રંગોત્સવ માં તો હું પૂરી ૬૦- ૭૦ મિનીટ સુધી બાજુ પર ઉભો રહી ને રંગાયા જ કરતો હતો.. પાણી નો ફોર્સ સહન ન થાય તો મોઢું ઢાંકી દેવાનું અને શ્વાસ લેવાનો તો સવાલ જ ના ઉભો થાય.. પણ તોય પિચકારી સામેથી હટવાનું તો નહિ જ..:) હજુ સાત દિવસ પછી પણ મારા ચશ્મા પરથી કેસુડાંનો કલર જતો નથી...!! પણ સારું જ છે ને... એ બહાને આખી દુનિયા સ્વામીશ્રી ના રંગે રંગાયેલી જોવા મળે છે દુન્યવી આંખોને..
બીજું તો હવે આપણે થોડા ઠેકાણે પડ્યા છીએ.. CS ની exam ના positive રીઝલ્ટ પછી જરા વાંચવાનું મન થાય છે.. હજુ બીજા ૬૪ દિવસ સંભાળી લેવાનું છે.. વાંધો નહિ.. ભગવાન છે ને સાથે..:) આ પાછુ આ શુક્રવારથી IPL નું તુત શરુ થાય છે.. પણ આપણે તો ભાઈ નક્કી કર્યું છે કે એક પણ મેચ આ વખતે જોવાની નથી... એના પછી પાછુ ICC World T20 આવશે... પણ એ પણ નહિ જોવામાં આવે.. છો ને સચિન ને ખોટું લાગે.. પણ મારું બેટું કેહવું પડે.. સચિન રમે છે જોરદાર.. અલ્યા ૨૦૦ રન ઠોકી ગયો સાઉથ આફ્રિકા સામે... અમારી શેરી ક્રિકેટની ભાષા માં કહીએ તો જબરી ખેતી કરાઈ બિચારાઓને.. ખી ખી..
મજા આવે છે ગુજરાતી માં લખવાની.. પણ હવે કઈ હું નવરો થોડો છું કે લખ્યા કરું.. અને તમેય થોડા વાંચ્યા કરવાના છો...
ચાલો જય સ્વામિનારાયણ..
0 comments:
Post a Comment